
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહના કોરોનાના આંકડાઓ ચિંતાજનક, એક્ટિવ કેસો ત્રણ ગણા વધ્યા
રાજ્યમાં એક તરફ વરસાદી માહોલના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેના લીધે આગામી સમયમાં ઋતુગત બિમારીઓ ભરડો લે તેવી શક્યતા છે તો બીજી તરફ રાજ્યમાં દરરોજ નોંધાતા કોરોના આંકડાઓ ચિંતાજનક છે. સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેની સાબિતી છે છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલા કોરોનાના કેસો….
ગુજરાતમાં આજે 179 કોરોના કેસો નોંધાયા છે. 17 જિલ્લાઓમાં નોંધાયેલા કેસોમાંથી સૌથી વધારે અમદાવાદમાં 84 કેસો નોંધાયા છે. બીજી તરફ આજે રાજ્યમાં 45 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયાં છે. જ્યારે એક્ટિવ કેસોની વાત કરીએ તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 655 છે જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 668 લોકોનું રસીકરણ કરાયું છે.