ગુજરાતમાં ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની શરૂઆત, ૧ અઠવાડિયા સુધી આ અભિયાન ચાલશે

ગુજરાત
ગુજરાત

રખેવાળ, અમદાવાદ

રાજ્યમાં કુલ ૧૨૧૪૧ દર્દી, ૭૧૯ મોત અને ૫૦૪૩ દર્દી સાજા થયા છે. નવા ૨૫ મૃત્યુમાં ૯ દર્દીના માત્ર કોરોનાથી જ્યારે ૧૬ દર્દીના મોત કોરોનાની સાથે અન્ય બિમારી હોવાના કારણે થયા છે. ગુજરાતમાં ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસ્તે શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન ૧ અઠવાડિયા સુધી ચાલવાનું છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે, વર્ષો પછી આ મહામારી આવી છે. લોકડાઉનમાં જીવન અઘરું હતું. સરકારે પોતાની તમામ તાકાત લગાવી દીધી. લોકડાઉન દરમિયાન છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું છે. એક જ મહિનામાં ચાર ચાર વખત અનાજ આપવામાં આવ્યું છે. ૮ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ૨ મહિના પછી નિયમોને આધિન લોકડાઉનની છૂટ આપવામાં આવી છે. ત્યારે કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વની બની જાય છે. અત્યારસુધી ઘરમાં હતા એટલે સુરક્ષિત હતા. હવે કોરોનાની સાથે જીવવાનું છે અને કોરોનાની સામે લડવાનું છે. કોરોના સામેનું યુદ્ધ આપણે બધાએ સાથે મળીને લડવાનું છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. આ માટે ૫ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ ૯ હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં કો ઓપરેટિવ બેન્ક્સના માધ્યમથી એક લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની સતત ૮મી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી અને અન્યમંત્રીઓ સંબંધિત જિલ્લા મથકોએ કલેકટર કચેરીથી આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં સહભાગી થયા હતા.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ ધમણ-૧ ને લઈને સ્પષ્ટતા કરી હતી. ધમણ-૧ કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- ડ્ઢઝ્રય્ૈં ના લાયસન્સની આવશ્યકતા નથી. ધમણ-૧ વેન્ટિલેટરના નિર્માણથી ગુજરાતે આત્મનિર્ભરતાનું અનન્ય અને બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ.

લોકડાઉન ૪માં રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ આપી છે. ત્યારે એસટી બસને પણ તેમાં અમદાવાદ અને સુરત સિવાયના અન્ય જિલ્લાઓમાં મંજૂરી આપવામાં આવી છે. આ મામલે એસટીએ જણાવ્યું છે કે, આજ(બુધવાર)થી સમગ્ર રાજ્યમાં એસટી બસ ચાલુ કરવામાં આવશે. સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી જ સમગ્ર રાજ્યમાં બસ સેવા ચાલુ રહેશે. જેમાં પાંચ જેટલા ઝોનમાં આ સેવા શરૂ કરવામાં આવશે. આ મામલે એસટીએ જણાવ્યું છે કે, આજ(બુધવાર)થી સમગ્ર રાજ્યમાં એસટી બસ ચાલુ કરવામાં આવશે. સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી જ સમગ્ર રાજ્યમાં બસ સેવા ચાલુ રહેશે. જેમાં પાંચ જેટલા ઝોનમાં આ સેવા શરૂ કરવામાં આવશે. હાલ અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં બસ સેવા શરૂ કરવામાં આવશે. ગાંધીનગરથી અમદાવાદ અને આંતરરાજ્ય બસ સેવા સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે. સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં વહેંચવામાં આવી છે. જેમાં મોટી બસમાં ૩૦ મુસાફરો અને મિની બસમાં ૧૮ મુસાફરો મુસાફરી કરી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.