ગુજરાતમાં ૪ મહાનગરમાં ૩ મે સુધી દુકાનો બંધ રહેશે, વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય કર્યોઃ અશ્વિની કુમાર

ગુજરાત
ગુજરાત

રખેવાળ, ગુજરાત

ગુજરાતમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કેસોમાં દૈનિક ધોરણે વધારો થઈ રહ્યો છે. રાજ્યના ૩૦ જિલ્લાઓ આ જીવલેણ વાયરસની ચપેટમાં છે. અત્યાર સુધી કુલ ૧૩૩ લોકોના મોત થયા છે. જ્યારે ૩૦૭૧ કેસ પોઝિટિવ છે. આ પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદ શહેર મનપા કમિશનર વિજય નેહરાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે.

વિજય નેહરાએ કહ્યું કે શહેરમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. શહેરમાં હાલ કોરોનાના કુલ ૧૯૮૯ કેસ નોંધાયા છે. જેમાં કુલ ૧,૭૧૨ એક્ટીવ કેસ છે. આજે વધુ ૩ લોકોના મોત થયા છે જ્યારે ૩૯ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં કોરોના મૃત્યુઆંક ૮૪ પર પહોંચ્યો છે. તેમણે કહ્યું કે શહેરમાં જીફઁ હોસ્પિટલમાં ૬૦૫ દર્દીઓ, સમસરમાં ૫૫૭ દર્દીઓ, સિવિલમાં ૪૯૧ દર્દીઓ અને ૐઝ્રય્ અને સ્ટર્લિંગમાં ૧૩-૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે.

ઉપરાંત તેમણે કહ્યું કે શહેરના મધ્યઝોનમાં ૮૦૦ કેસ એક્ટિવ છે. જ્યારે પૂર્વ ઝોનમાં ૮૭ કેસ એક્ટિવ છે. ઉત્તર ઝોનની વાત કરીએ તો ૧૩૦ જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે. આ સિવાય નેહરાએ કહ્યું કે શહેરમાં અત્યાર સુધી ૨૧ હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. કુલ ૧૯૩ લોકો સાજા થતા તેમણે હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઇસ્કોન ખાતે હોટલ ફર્નમાં નજીવા ખર્ચે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. એક દિવસનો ખર્ચ લગભગ ૩,૫૦૦ રૂપિયા છે. સ્ન્છ વલ્લભ કાકડિયાએ હોસ્પિટલ છસ્ઝ્રને સોંપી છે. અમદાવાદમાં રિકવરી રેટ ૧૦ ટકાથી વધુ છે. છેલ્લા ૮ દિવસથી શહેરમાં વધતા કેસમાં ઘટાડો નોંધાયો છે.

વિજય નેહરાએ ૩ મે સુધી બધી દુકાનો બંધ રાખવા અપીલ કરી છે. ૩ મે સુધી અમદાવાદમાં બધી દુકાનો બંધ રહેશે. જીવન જરૂરી ચીજ-વસ્તુઓની દુકાન જ ખુલ્લી રહેશે. નેહરાએ કહ્યું કે જો દુકાનો ખુલશે તો કોરોના સંક્રમણ વધવાની શક્તાઓ વધશે. નેહરાએ જણાવ્યું કે મોટાભાગના એસોસિએશને દુકાન બંધ રાખવા સહમતી આપી છે. આપણે જણાવી દઈએ કે ગઈકાલે સરકારે અમુક દુકાનો ખોલવા મંજૂરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.