તહેવારોને લઈને એસ.ટી વિભાગનો મહત્વનો નિર્ણય, દોડાવાશે વધુ બસો

ગુજરાત
ગુજરાત

રક્ષાબંધનના તહેવાર પર રેલવે સ્ટેશન હોય કે પછી બસ સ્ટેશન,પ્રવાસીઓનો ધસારો વધી જાય છે. ત્યારે પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો ફાળવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. નિગમ આ વખતે 500થી વધારે વધારાની બસોનું સંચાલન કરશે.

વધુ  બસો દોડાવાશે

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે બસોમાં મુસાફરોનો ઘસારો વધી ગયો છે. રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા વધારાની બસો ફાળવવામાં આવી છે. જેથી મુસાફરોને કોઈ અગવળ ન પડે. જાણકારી મુજબ આ વખતે 500 બસોની મદદથી રાજ્યભરમાં અંદાજે 2000 જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.

ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહોલ છે. જેના કારણે બસોમાં વધારે ભીડ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત મહત્વના બસ સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્ર તરફ મધ્ય ગુજરાત તરફ મુસાફરનો ધસારો વધારે જોવા મળતો હોય છે. મહત્વનું છે કે આ વર્ષે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટ 2023 બંન્ને દિવસે ઉજવવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.