આઇ.એ.એસ રાજકુમારની ગુજરાતના ગૃહવિભાગમાં એ.સી.એસ તરીકે નિમણૂક કરવામાં આવી

ગુજરાત
ગુજરાત

દિલ્હી ડેપ્યુટેશન પરથી ગુજરાત પરત ફરી રહેલા આઇ.એ.એસ અધિકારી રાજકુમારને ગૃહવિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજકુમારને હોમ કેડરમાં પ્રતિનિયુક્ત પર ફરી પરત ફર્યા છે. અત્યારસુધી ઉદ્યોગ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા પાસે ગૃહ વિભાગનો વધારાનો હવાલો હતો. ત્યારે રાજકુમાર સોમવારથી વિધિવત રીતે ગૃહ વિભાગનો ચાર્જ સંભાળશે. રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાઉનથી છે. જેઓ ઇસ.1987ની ગુજરાત કેડરના અધિકારી છે. તેમણે આઇ.આઇ.ટી કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એ સિવાયે જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. રાજકુમાર વર્તમાનના ચીફ સેક્રેટરી પંકજ કુમારના અનુગામી છે. પંકજકુમાર તાજેતરમાં રાજ્યના ચીફ સેક્રેટરી બન્યા છે. જેઓ મે 2022માં વયનિવૃત્ત થઇ રહ્યાં છે. ત્યારે સિનિયોરિટી અનુસાર પંકજકુમાર બાદ રાજકુમાર આગામી ચીફ સેક્રેટેરી પદના દાવેદાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.