પત્નીને કેન્સર થતા પતિએ ૨ બાળકો સાથે ઘરમાંથી તગેડી મૂકી

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, એલિસબ્રિજ પાસે રહેતી ૨૮ વર્ષીય મહિલાએ તેના પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે મને કેન્સર હોવાથી મારા પતિએ ઘરમાંથી તગેડી મુકી છે. મહિલા અવાર નવાર ઘરેલુ હિંસાનો ભોગ પણ બનેલી છે. તેણીએ જણાવ્યું કે મારે ૪ વર્ષનો પુત્ર અને ૨ મહિનાની દીકરી છે. આવી સ્થિતિમાં જ્યારે પતિએ એને ઘરમાંથી તગેડી મુકી તો એની સ્થિતિ જોવાજેવી થઈ હતી. જેથી કરીને મહિલાએ પોલીસની મદદ લીધી છે.

૧૮ ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે તેના લગ્ન થયા હતા. મહિલાએ ફરિયાદમાં આ દિવસને યાદ કરી કહ્યું કે તેનો પતિ લગ્ન પછીથી તેને ઘણો હેરાન કરતો હતો. તેના સાસુ અને નણંદના કહેવા પર તેનો પતિ એને રૂમમાં બંધ કરી ઢોર માર મારતો હતો. આવી ઘટના લગ્ન પછી સતત મહિલાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. મહિલાએ ફરિયાદમાં કહ્યું કે તેના પતિ કે સાસરીપક્ષમાંથી તેને સહકાર નહોતો મળી રહ્યો. તે જ્યારે ગર્ભવતી હતી ત્યારે પણ કોઈ તેને હોસ્પિટલમાં લઈ નહોતા ગયા.

આ દરમિયાન તેની તબિયત ઘણીવાર લથડી ગઈ હતી. જેથી કરીને મહિલા ગર્ભવતી હતી ત્યારથી જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. એટલું જ નહીં તેની યોગ્ય સારસંભાળ પણ તે લોકો નહોતા રાખતા. ૨ મહિના પહેલાની વાત કરીએ તો તેણે બીજા બાળકને જન્મ આપ્યો હતો. આ દરમિયાન મહિલાના ગળામાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. જેની તપાસ લેતા જાણ થઈ કે તે કેન્સરની ગાંઠ છે. ઉલ્લેખનીય છે કે ૧૭ માર્ચે તેણે આ અંગે પરિવારને જાણ કરી હતી.

તેના પતિ અને સાસરીપક્ષને જાણ થતા જ ઘરમાં કંકાશ શરૂ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે મહિલાને જ્યારે ગળામાં ગાંઠ હતી એ વિશે જાણીએ તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મુકી હતી. તેના પરિવારે એવું પણ નિવેદન આપ્યું કે એમનો પરિવાર કેન્સર પેશન્ટને ઘરમાં રાખવા ઈચ્છતો નથી. મહિલાએ ત્યારપછી પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી અને ઘરેલુ હિંસા કેસમાં સાસરીપક્ષ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.