Home / News / રાજ્યમાં લગ્ન કે અન્ય કોઈ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની મંજૂરી મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી મહત્વની જાહેરાત
રાજ્યમાં લગ્ન કે અન્ય કોઈ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની મંજૂરી મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી મહત્વની જાહેરાત
ગાંધીનગર: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, રાજ્યમાં લગ્ન કે અન્ય કોઈ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની કોઈ મંજૂરીની આવશ્યકતા રહેતી નથી. સમારંભના સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહિ પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. કોરોનાના સંક્રમણને રોકવા માટે તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે.
તેઓએ ઉમેર્યું કે રાજ્યના નાગરિકોને તેમના પ્રસંગો સુયોજીત રીતે યોજી શકે તે માટે રાજ્ય સરકારે જનહિતને ધ્યાને રાખીને તથા કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે ચોક્કસ દિશા નિર્દેશો સાથે આવી સમારંભો યોજાય તે માટે ચોક્કસ માર્ગદર્શિકા નિયત કરાઈ છે. આવા પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ રહેશે, નિયમ મુજબ સમારંભમાં માસ્ક તથા સેનીટાઇઝરની વ્યવસ્થા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. રાત્રી કરફયુ જે શહેરોમાં અમલમાં છે તેવાં સ્થળોએ કરફ્યુના સમયગાળા દરમ્યાન કોઈપણ પ્રસંગનું આયોજન કરી શકાશે નહીં.