અમદાવાદ એરપોર્ટની ઊંચી ઉડાન, એક મહિનામાં ૧ મિલિયન મુસાફરોનું આવાગમન

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા અને એરપોર્ટ પરથી જનારા મુસાફરોની સંખ્યામાં ઉત્તરરોત્તર વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષમાં માત્ર એક જ મહિનાની અંદર એક મિલિયનથી વધુ મુસાફરોએ આવાગમન કર્યું છે. સતત મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. એરપોર્ટની સુવિધાઓ અને તેની આધુનિકતા પણ મુસાફરોને પસંદ પડી રહી છે. દેશના વિવિધ એરપોર્ટમાં અમદાવાદનું એરપોર્ટ પર લોકો માટે લોકપ્રિય બની રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર જે પ્રમાણે આવાગમન કરનારા મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જ રીતે ટ્રાફિકને પહોંચી વળવા માટે અહીંની સુવિધાઓ, સલામતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરુરી સુધારા વધારા કરવા માટે એરપોર્ટ પ્રતિબદ્ધ છે.

ઉત્તમ સુવિધાઓ અને ઉન્નત એર કનેક્ટિવિટીને જોતા એરપોર્ટ મુસાફરોની પહેલી પસંદ બની રહ્યું છે. હાલમાં જ એરપોર્ટ પર ડોમેસ્ટિક ટર્મિનલના સિકયોરિટી ચેક વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ટર્મિનલની બહાર નવો કન્ટનર રિટેલ વિસ્તાર અને ડ્રોપ-ઓફ લેન કરતા મુસાફરોની ક્ષમતા અને સગવડોમાં વધારો કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ટર્મિનલમાં લેવલ-૧ પર સિકયોરિટી હોલ્ડ એરિયામાં વધારો થવાથી મુસાફરોને ૧૮૦૦ જીઊસ્ કરતા પણ વધારે મોકળાશની જગ્યા મળશે.

અમદાવાદ એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મુસાફરોને ત્વરિત અને સીમલેસ પ્રોસેસિંગનો અનુભવ મળી રહે તે માટે ડોમેસ્ટિક પ્રસ્થાનમાં સાત ઈ-ગેટ લગાવવામાં આવ્યા છે. ફક્ત હેન્ડબેગ સાથે મુસાફરી કરનારા મુસાફરો પણ વેબ ચેક-ઈન કરાવી શકે છે, બોર્િંડગ પાસ મેળવવા તેઓ પ્રસ્થાન સમયને ઓછો કરવા માટે સેલ્ફ-ચેક-ઈન મશીનનો ઉપયોગ પણ કરી શકે છે. એરપોર્ટ પર આવતા મુસાફરોને અન્ય સ્થળ પર જવા માટે મુશ્કેલી ના પડે તે માટે સતત એરપોર્ટ સાથે જોડવા એરલાઈન્સ ડાયરેક્ટ કે વાયા ફ્લાઈટ્સ ઉમેરીને નવા સ્થળો ઉમેરતી રહે છે. જેના કારણેSVPIએરપોર્ટ અનેક નવા ગંતવ્ય સ્થળો સાથે જોડવામાં આવ્યું છે,

આ સાથે હૈદરાબાદ, ઈન્દોર, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ અને લખનૌ જેવા મોટા શહેરોને અમદાવાદ સાથે જોડતી ફ્લાઈટ્સમાં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય નાસિક અને પંતનગર વાયા જયપુર જેવા શહેરોને ઉમેરવાની સાથે ફ્રિક્વન્સીમાં વધારો પણ કરવામાં આવ્યો છે. નવા ઉનાળુ સમયપત્રકના અમલીકરણ બાદSVPIએરપોર્ટ નવ સ્થાનિક અને ૧૭ આંતરાષ્ટ્રીય એરલાયન્સ સાથે ૩૯ ડોમેસ્ટિક અને ૧૯ આંતરાષ્ટ્રીય સ્થળોને જોડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.