સુરત સ્ટેશન પર ઉત્તરપ્રદેશ-બિહાર જવા માટે ભારે ધસારો

ગુજરાત
ગુજરાત

સુરત, લોકડાઉન દરમિયાન સુરતથી જનારી ટ્રેનમાં તથા સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી તેવી જ ભીડ ફરી એકવાર શહેરના રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે. મહત્વનું છે કે સુરતમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતિ પરિવારો નોકરી-ધંધા અર્થે અહીં આવે છે ત્યારે હવે વેકેશનના સમયમાં તેઓ પરત પોતાના ગામ જઈ રહ્યા છે ત્યારે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં બેસવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશન પર અચાનક ભારે ભીડ થઈ જતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યા છે.

સુરતથી જતી તાપી-ગંગા સાહિતની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સ્ટેશન પર ભારે ધસારો જોવા મળતા પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો છે. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનમાં બેસવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઉભા છે. સુરતમાં પરપ્રાંતિ લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોવાથી તેમણે તહેવારો કે વેકેશન દરમિયાન પોતાના વતન પરત ફરવા રાતથી લાઈનમાં બેસી રહેવું પડતું હોય છે. ગરમીના સમયમાં ૧૦૦ જેટલા લોકો બેસી શકે તેટલા ડબ્બામાં ૨૫૦ જેટલા લોકો બેસીને મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે.

ટ્રેન ભરાઈ જવાના કારણે મોડી રાતથી અને વહેલી સવારથી લાઈનમાં બેઠેલા ઘણાં મુસાફરોએ પરત ફરવાનો વારો આવી રહ્યો છે. ટ્રેનમાં ચડવા માટે ભારે ભીડ હોવાના કારણે ઘણાં મુસાફરો ઈમર્જન્સી વિન્ડોમાંથી પણ ટ્રેનમાં ચઢતા જોવા મળ્યા હતા. ઉત્તરપ્રદેશ અને બિહારના અલગ-અલગ ભાગમાં જઈ રહેલા મુસાફરોનો ભારે ધસારો સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. આવામાં જે મુસાફરોએ અગાઉથી બૂકિંગ કરાવ્યું હોય તેમને જગ્યા મળી ગઈ છે પરંતુ તેઓ જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા છે તેમની હાલ કફોડી બની રહી છે.

આવી ભીડમાં પરિવાર સાથે જઈ રહેલા પ્રવાસી મજૂરોની હાલત વધારે કફોડી થઈ રહી છે. ભીડના કારણે બાળકો અને મહિલા સાથે મુસાફરી કરવા માટે જઈ રહેલા મુસાફરો જગ્યા ના મળવાના કારણે પરત ફરવાનો પણ નિર્ણય લઈ રહ્યા છે. આટલી ભીડમાં ખિસ્સા કાતરૂઓ પણ લાભ ઉઠાવવા માટે ભીડમાં જોડાઈ જતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા ખિસ્સા કાતરૂઓથી મુસાફરોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. ભીડનો લાભ લઈને આવા લોકોએ ખિસ્સા કાપે નહીં તેનું પણ પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.