વરસાદથી મહેસાણા જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુના 45 કેસો સરકારી હોસ્પિટલમાં નોંધાયા

ગુજરાત
ગુજરાત

મહેસાણા જિલ્લામાં વરસાદના કારણે રોગચાળો વકર્યો છે. જેમાં સરકરી હોસ્પિટલમાં ડેન્ગ્યુ,મેલેરિયા અને ચિકનગુનિયાના કેસો સામે આવ્યા છે. જેમા ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે જિલ્લામાં મેલેરિયાના કેસ ઓછા નોંધાયા છે. આ સિવાય ડેન્ગ્યુ,ચિકનગુનિયા અને મેલેરિયાના કેસો સામે આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે રોગચારો વધી રહ્યો છે. જેમાં 2,25,951 લોકોના બ્લડ રિપોર્ટ કરાવવામાં આવતા મેલેરિયાના 38 કેસ, ડેન્ગ્યુના 186ના સેમ્પલ સામે ડેન્ગ્યુના 6 કેસ,જ્યારે ચિકનગુનિયાના 39 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની સામે 1 કેસ ચિકનગુનિયાનો પોઝિટિવ આવ્યો હતો. આમ ચાલુ વર્ષ દરમિયાન ગત વર્ષની તુલનાએ મેલેરિયાના કેસો ઓછા નોંધાયા હોવાનું સામે આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.