ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત
gujarat rain
ગુજરાત

અમદાવાદ : સાઈક્લોનિક સરક્્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્્યતાઓ હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. મંગળવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્્યતાઓ છે.
સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરો બેટમાં ફેરવાયા હતા. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી ધોધમાર વરસાદે વિરામ લીધો હોય તેમ છૂટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે. રવિવારની વાત કરીએ તો શહેરમાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને બફારાનો વર્તારો રહેતા લોકો હેરાન પરેશાન થયા હતા. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાંક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળાં ડિબાંગ વાદળો ઘેરાય છે પરંતુ વરસાદ સતત હાથતાળી આપી રહ્યો છે. રવિવારે દિવસ દરમિયાન એટલે કે બપોરના સમયે ઉકળાટ રહેતા શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘ મહેર યથાવત્‌ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ તાલુકામાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે. જેમાં ૧૦ તાલુકામાં અડધાથી ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ ડાંગના વઘાઈ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારબાદ નર્મદા, તાપી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, કચ્છ, રાજકોટ, આણંદ, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ પડ્યો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન પડતા ફરી ઉકળાટ તેમજ ગરમીનો માહોલ સર્જાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.