અમદાવાદ સહિત રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત
rain
ગુજરાત

અમદાવાદ : અમદાવાદીઓ ચાતકની જેમ વરસાદની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. તાજેતરમાં કાળા ડિબાંગ વાદળોથી અમદાવાદનું આકાશ ભરાઈ ગયું હતું પણ પલભરમાં વિખેરાઈ ગયું અને અમદાવાદીઓની આશા ઠગારી નિવડી. છત્તીસગઢમાં બનેલા લો પ્રેશરની અસરના કારણે આગામી ૬-૭મી જુલાઈએ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
સતત ગરમી અને અકળામણથી કંટાળેલા શહેરીજનો વરસાદની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. જાકે ત્યારબાદ દસેક દિવસથી વરસાદ લંબાઈ ગયો છે અને પરિણામે ગરમીનો પારો વધતો જાય છે. લો પ્રેશર પાંચમી જુલાઈની આસપાસ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. તેની અસરને કારણે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે. આ સાથે અઠવાડિયાના અંતમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવાર અને રવિવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને નગરહવેલીમાં અતિભારે વરસાદની આગાહી સંભાવના વ્યક્ત કરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.