ભારે વરસાદ! ગુજરાતના ૮૭ જળાશયો હાઈએલર્ટ ઉપર

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજ્યના ૧૦૦ તાલુકામાં ૧થી ૧૦ ઈંચ વરસાદ ખાબકયો છે. રાજ્યમાં હજુ ૪ દિવસ ભારેથી અતિભાગે વરસાદની આગાહી છે. રાજ્યમાં ખરાબ પરિસ્થિતિ વચ્ચે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો ખડકાઈ છે. પંચમહાલ અને ગોધરા શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે. રાજ્યમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૮૯.૭૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ૬.૧૬ લાખ કયુસેક અને જાવક ૫.૯૪ લાખ કયુસેક છે. ધીરેધીરે પૂરની સ્થિતિ ઓસરી રહી છે. હાલમાં સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ૩ મીટર સુધી ખુલ્લા છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ છલકાયો છે. રવિવારે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ગુજરાતના ૮૭ જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મુકાયા છે, જ્યાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ૨૬ જળાશયો એલર્ટ ઉપર મુકાયા છે, જ્યાં ૮૦થી ૯૦ ટકા વચ્ચે પાણી છે, ૨૨ જળાશયોમાં વોર્િંનગ અપાઈ છે, અહીં ૭૦થી ૮૦ ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. ૭૧ જળાશયોમાં કોઈ સિગ્નલ નથી, અહીં સંગ્રહ ક્ષમતાના ૭૦ ટકાથી ઓછું પાણી સંગ્રહાયેલું છે.

ઉપરવાસના હથનુર ડેમમાંથી શનિવારે છોડાયેલા પાણીન કારણે ઉકાઇ ડેમની સપાટી સવારે સાત વાગ્યે જ ૩૪૦ ફૂટને પાર કરી ગઇ હતી. જેને પગલે સત્તાવાળાઓએ ડેમના દરવાજા ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ખોલીને ૧૬ હજાર કયુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતુ. ત્યારબાદ સતત પાણીનો હેવી ઇનફલો આવતા દર કલાકે પાણી છોડવાનું વધારતા જ ગયા હતા. અને સવારે સાત વાગ્યાથી લઇને બપોરે બે વાગ્યા સુધીના આઠ કલાકમાં આઠ વખત પાણી છોડવાનુ વધારતા ગયા હતા. બપોરે ૨ વાગ્યે ઉકાઇ ડેમના સાત દરવાજા ૧૦ ફૂટ અને આઠ દરવાજા ૯ ફૂટ મળીને ૧૫ દરવાજા ખોલીને ૨.૪૭ લાખ કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ. તે સતત ચાલુ જ રાખ્યુ છે.
ગુજરાતમાં ૩૦ જળાશયો ઓવરફ્લો થયા છે એટલે કે ૧૦૦ ટકા ભરાયાં છે.

સરદાર સરોવર ડેમ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૩ ડેમ સંપૂર્ણ છલકાયા છે. મધ્ય ગુજરાતમાં ૮ જળાશયો, દક્ષિણ ગુજરાતમાં ૬ અને કચ્છ જિલ્લામાં ૨ જળાશયોમાં ૧૦૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં અત્યારે ૭૯.૦૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે, એ જ રીતે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૩.૮૯ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૭૮.૪૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૯.૬૧ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૯.૬૨ ટકા એમ એકંદરે ગુજરાતના ૨૦૭ જળાશયોમાં ૮૯.૭૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.