
૭૦ ફૂટ ઉંડા ખાડામાંથી દોરડા વડે ત્રણ શ્રમિકોનું દિલધડક રેસ્કયૂ
ભરૂચ, ભરૂચનાં કાંસિયા ગામમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતા ખેતરમાં કામ કરી રહેલા ૨ યુવકો પાણીમાં ફસાયા હતા. સાતઘોડા વિસ્તારમાં ૨ યુવક પાણીમાં ફસાયા હોવાની જાણ થતા પોલીસ અને તંત્રએ બંને યુવકનું રેસ્કયું કર્યું હતું.
ગત રોજ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદાનાં નીચાણવાળા વિસ્તારનાં અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. વડોદરા જીલ્લાનાં બરકાલ ગામનાં બેટમાં લોકો ફસાયા હતા. વ્યાસ બેટમાં ૧૨ લોકો ફસાયા હતા. જેથી લોકોએ મંદિરનાં ધાબા પર આશરો લીધો હતો. લોકોને રેસ્કયું કરવા એરફોર્સની મદદ લેવાઈ હતી. અનેક જગ્યાએ રોડ પર પાણી ફરી વળ્યા હતા.
દેવગઢ બારિયા તાલુકામાં ઉચવાણ પાસે પાનમ નદીમાં ૩ લોકોનું રેસ્કયું કરાયું હતું. રેસ્કયુ ટીમનાં મેમ્બર અને ૧ સ્થાનિક વ્યક્તિ નદીમાં ફસાયા હતા. જેઓને એસડીઆરએફ ની ટીમે બોટ મારફતે રેસ્કયું કરી બહાર કાઢયા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠાની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. આબુરોડ પાસેનાં શિવગંજની જવાઈ નદીમાં ૪ શ્રમિકો ફસાયા હતા. ખેતરમાં કામ કરતા સમયે નદીનો પ્રવાહ વધતા શ્રમિકો ફસાયા હતા. ફસાયેલા ૪ શ્રમિકોની જાણકારી મળતા રેસ્કયું કરાયા હતા. કલાકો સુધી કૂવાની પાળી પર આશરો લઈ શ્રમિકોએ જીવ બચાવ્યો હતો.
ભરૂચનાં નિકોરા ગામમાંNDRFદ્વારા રેસ્કયું ઓપરેશન કરાયું હતું.NDRF દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રેસ્કયું ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ૭ બાળકો, ૩ પુરૂષ અને ૧૨ બાળકોનું રેસ્કયું કરાયું હતું.
માંગરોળ ગામે વાયબ્રન્ટ સ્કૂલમાં ફસાયેલા બાળકોનું રેસ્કયું કરાયું હતું. વાયબ્રન્ટ સ્કૂલમાં પ્રિન્સિપાલ શિક્ષકો સહિત બાળકોનું રેસ્કયું કરાયું હતું. જીડ્ઢઇહ્લની ટીમે બોટ દ્વારા બિસ્કીટ પાણી પહોંચાડયું હતું. હાલ ૬ બાળકોને રેસ્કયું કરી માંગરોળ ટેકરા પર લાવવામાં આવ્યા છે. ત્યારે બાળકો ધીરે ધીરે બહાર આવતા વાલીઓએ રાહતને શ્વાર લીધો હતો. આ રેસ્કયું કામગીરી લગભગ ૫ કલાક સુધી ચાલી હતી. ડી.વાય.એસ.પી જી.એ.સરવૈયા સહિત પોલીસ ટીમ અને એસડીઆરએફ ખડેપગે રહ્યા હતા.
પંચમહાલનાં ગોધરાનાં ચંચોપા ગામે ૩ શ્રમિકોનું રેસ્કયું કરાયું હતું. ત્યારે પીઆઈ આસોડા સહિતના કર્મચારીઓ દ્વારા રેસ્કયું કરવામાં આવ્યું હતું. ભારત માલા પ્રોજેક્ટનાં શ્રમિકોનું રેસ્કયું કરવામાં આવ્યું હતું. અંદાજીત ૭૦ ફૂટ ઉંડા ખાડામાંથી દોરડા વડે કાઢવામાં આવ્યા હતા.