
રાજ્યમાં હાર્ટ એટેકના આંકડામાં વધારો, પોરબંદરના દેગામમાં ૪૬ વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું
ગુજરાતમાં હાર્ટ એટેકનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક ઘટાના સામે આવી છે. પોરબંદરના દેગામના 46 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. ગરબા રમતા સમયે છાતીમાં દુખાવો થતા યુવક બેસી ગયો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.
તો બીજી તરફ ગીર સોમનાથના તાલાલામાં પણ બે લોકોને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યાં છે.જેમાં ગાભા ગામના એક યુવાનને ઘરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. તો તાલાલાની એક મહિલાને કપડા ધોતા દરમિયાન હાર્ટ એટેક આવવાથી મોત થયુ છે. તો આ તરફ દેવભૂમિ દ્વરકાના ખંભાળિયા પંથકમાં પણ હાર્ટ એટેક આવવાથી 35 વર્ષીય યુવાનનું મોત થયુ છે.