ભૂતિયાવાસણાના મહિલા તલાટી લાંચ લેતા ઝડપાયા

ગુજરાત
ગુજરાત

ગામલોકોને મકાન આવાસ યોજનાની સહાય પેટે લાંચ માંગી હતી, શિહોરી – પાટણ હાઇવે પર ચાની કિટલીએ લાંચ લેતા પકડાયા

સરસ્વતી તાલુકાની ભૂતિયા વાસણ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતાં મહિલા કર્મચારી સમક્ષ આવાસ યોજનાના ફોર્મ મંજૂરી અર્થે આવ્યા હતા. આ દરમ્યાન ગામના અનેક લાભાર્થીઓએ સરકારની આવાસ યોજના તળે મકાનની સહાય મંજૂર કરાવવા તલાટીને રજૂઆત કરી હતી. જેની સામે તલાટી દ્વારા એક ફોર્મ દીઠ રૂ. ૩૦૦૦ લેખે ગામના ૪૨ લાભાર્થીઓને રકમ આપવા કહેવાયુ હતુ. જેમાં પ્રથમ ૫૧,૦૦૦ માંગતાં લાભાર્થીઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં મહિલા તલાટી દીપાલીબેન હરગોવિંદભાઈ પટેલ લાંચ લેતાં ઝડપાઇ ગયા હતા.

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થતી વહીવટી અમલવારીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ભૂતિયાવાસણ ગ્રામ પંચાયતમાં પી.એમ. આવાસ યોજનાના અનેક લાભાર્થીઓએ સહાય માટે ફોર્મ ભરવા ગતિવિધિ કરી હતી. જેમાં ગ્રામ પંચાયતના તલાટી દિપાલી હરગોવિંદભાઇ પટેલ સમક્ષ લાભાર્થીઓએ સહાય મંજૂર કરાવવા ફોર્મ ભર્યુ હતુ. જેમાં સહાય મંજૂર કરવા માટે ઠરાવ કરવા એક લાભાર્થી દીઠ રૂ. ૩૦૦૦ લેખે લાંચ માંગવામાં આવી હતી. આવા કુલ ૪૨ લાભાર્થીઓ પાસેથી રૂ. ૧,૨૬,૦૦૦ લેવાની વાતમાં પ્રથમ ૫૧,૦૦૦ આપવાનું નક્કી થયુ હતુ.

લાભાર્થીઓ વતી સ્થાનિક વ્યક્તિ લાંચ આપવા ઇચ્છુક ન હોઇ પાટણ એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. આથી એસીબીએ ગોઠવેલી ટ્રેપ મુજબ મહિલા તલાટી પાટણના શિહોરી રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ પાસેની ચાની કીટલી ઉપર પહોંચ્યા હતા. આ દરમ્યાન લાંચ પેટે રૂ.૫૧,૦૦૦ સ્વિકારતાં રંગેહાથે ઝડપાઇ ગયા હતા. મહિલા તલાટી પીએમ આવાસના નામે લાંચ લેતાં હોવાનું એસીબીની ટ્રેપને આધારે સામે આવતાં તાલુકા અને જીલ્લા પંચાયત તેમજ ડીઆરડીએના વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ટ્રેપ સુપર વિઝન અધિકારી કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પાટણ એસીબીના પોલીસ ઇન્સપેકટર જે.પી.સોલંકીએ સ્ટાફ સાથે કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.