ગુજરાતનું દેવું વધીને અધધ… ૨,૬૭,૬૫૦ કરોડ થયું

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : ગુજરાત ભલે વિકાસ મામલે ગતિ કરી રહ્યું હોય, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત પણ દેવાદાર છે. ગુજરાતના માથે કરોડોનું દેવુ છે. વર્ષ ૨૦૧૯- ૨૦ સુધી ગુજરાત પર રૂ. ૨,૬૭,૬૫૦ કરોડનું દેવું થઈ ગયું છે. વિવિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે લેખિતમાં કબૂલાત કરી હતી. તો સાથે એ માહિતી પણ અપાઈ કે, લોન પર સૌથી વધુ વ્યાજ કેન્દ્રીય દેવા પાછળ ચૂકવાય છે. તો ૩૧ માર્ચ ૨૦૨૧ ના ફાઈનાન્શિયલ વર્ષ પછી ગુજરાતનું દેવુ વધીને ૩,૦૦,૯૫૯ કરોડ પર પહોંચી જશે. તો બે વર્ષ બાદ ૨૦૨૩-૨૪ સુધીમાં આ રકમ ૪,૧૦,૯૮૯ કરોડ પર પહોંચી જવાની શક્યતા છે. બે વર્ષમાં ગુજરાતના માથા પરના દેવાની રકમ વધી ગઈ છે. નાણાંકીય સંસ્થાઓની લોન માટે ૩.૧૫થી ૮.૭૫ ટકા વ્યાજ ચૂકવાય છે. બજાર લોન માટે ૬.૬૮થી ૯.૭૫ ટકા વ્યાજ ચૂકવાય છે. કેન્દ્રીય દેવા માટે ૦થી ૧૩ ટકા વ્યાજ ચૂકવાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.