ગુજરાત યુનિવર્સિટીનું વર્ષ 2022-23નું શૈક્ષણિક સત્ર જુલાઈમાં શરૂ થશે
ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે 2 વર્ષથી પ્રવેશપરીક્ષા અને પરિણામની કામગીરી મોડી થઈ રહી હતી.પરંતુ વર્તમાન સમયમા કોરોનાના કેસ ઘટતા રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ છે.ત્યારે આગામી જૂન મહિનામાં વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર પૂરું થશે અને જુલાઈથી નવું સત્ર શરૂ થશે.આમ માર્ચ 2020થી કોરોના શરૂ થતાં શિક્ષણ પર તેની અસર થઈ હતી.જેના કારણે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો હતો.જે દરમ્યાન કેટલીક પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવી રહી હતી જ્યારે કેટલીક પરીક્ષાઓ ઓફલાઇન પણ યોજાતી હતી.જેમા ઓફલાઇન પરીક્ષા મોડી શરૂ થતાં સત્ર મોડું પૂરું થયું હતું.જે બાદ ગત વર્ષે ધોરણ 10 અને 12માં એડમિશન મોડા થયા હતા જે બાદ પરીક્ષાઓ પણ મોડા થઈ હતી.જેના કારણે 2022-23નું શૈક્ષણિક સત્ર જુલાઈ મહિનામાં શરૂ થશે.આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવશે તે બાદ અગાઉની જેમ સમયસર ગુજરાત યુનિવર્સિટીનું સત્ર પૂરું થશે.