ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વેધર સ્ટેશન શરૂ કરવામાં આવશે

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેન્ટ ચેન્જની સમસ્યા બની છે બીજીતરફ ગુજરાતના 1600 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો આવેલો છે.જ્યાં છેલ્લા કેટલાય વર્ષથી વાવાઝોડાની આફત આવી રહી છે.ત્યારે દેશમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વેધર સ્ટેશન શરૂ કરવાનું આયોજન કર્યું છે.આ અંગે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સસ્ટેનેબિલિટીના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે વેધર સ્ટેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પી.એચડી કરી શકશે. આ ઉપરાંત ઘણા એવા વિષયો છે જેને હજુસુધી ધ્યાને લેવામાં આવ્યા નથી.જેમા પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલું ઓઝોન લેયર,ક્લાયમેટ ચેન્જ,વધતુ ટેમ્પરેચર આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી વરસાદની સિઝનમાં જે બદલાવ જોવા મળ્યો છે તે આ તમામ વિષયો પર અભ્યાસ કરવાની વિદ્યાર્થીઓને તક મળશે.આમ આ વેધર સ્ટેશન બનવાથી અન્ય એક ફાયદો એ થશે કે અમદાવાદ આસપાસના વિસ્તારોનું ફોરકાસ્ટ જાણવા મળશે. આવનારા દિવસોમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં પણ વેધર સ્ટેશન સ્થાપિત થઈ શકશે,જેનાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળશે.સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગના સહયોગથી આ વેધર સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જે બનવાથી ગુજરાતના વાતાવરણ,હ્યુમીડીટી સહિતના વિવિધ પેરામીટર્સનો અભ્યાસ કરવામાં આવશે.આ અભ્યાસ અને રિસર્ચ ગુજરાત સરકાર અને ભારત સરકારને આપવામાં આવશે.જેથી કરીને કોઈપણ આફત આવવાની છે તો તે સંદર્ભે ગુજરાત સરકાર અને ભારત સરકાર આગોતરૂ આયોજન કરી શકે.આ વેધર સ્ટેશનના કારણે આગામી દિવસોમાં અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય મોટા શહેરોના ફોરકાસ્ટ અંગેની વિગતો બહાર પાડી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.