
ગુજરાતમાં ફરી શીતલહેરની શક્યતાઓ જોવા મળી
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે.ત્યારે વર્તમાનમાં હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એક આગાહી કરી છે.જેમાં પવનની દિશા બદલાતા રાજ્યમાં આગામી 24 કલાક બાદ ફરીવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે.જેના કારણે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.આમ વર્તમાનમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 9.7 નોંધાયું છે,જ્યારે અમદાવાદમાં 11.7 અને નલિયામાં 11.6 ડિગ્રી નોંધાયું છે.ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં 2 થી 4 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે,જેને લીધે ઠંડીમાં વધારો થશે.જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની અસર વધુ જોવા મળી શકે છે.