ગુજરાત ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના મંત્રીએ અંબાજીમા દર્શન કર્યા

ગુજરાત
ગુજરાત

અંબાજી યાત્રાધામ દેશ વિદેશમાં પ્રખ્યાત છે.ત્યારે આજે ગુજરાત સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા.આમ ગ્રામ વિકાસ અને ગ્રહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ આજે સવારે અંબાજી મંદિર પહોંચ્યા હતા.મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સહપરિવાર માતાજીના દર્શનાથે પહોંચ્યા હતા.અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા ખેશ પહેરાવી મંત્રી અર્જુનસિંહ ચૌહાણનું સ્વાગત કર્યું હતું.અંબાજી મંદિરમાં પહોંચી મંત્રીએ માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું.મંત્રી અર્જુનસિંહ ચૌહાણ માતાજીના આર્શીવાદ મેળવી ધન્યતા અનુભવી હતી.ત્યાર બાદ અર્જુનસિંહ ચૌહાણ મંદિરની ગાદી પર ભટજી મહારાજનો આશીર્વાદ પણ મેળવ્યો હતો.મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અંબાજી માતાજીના દર્શન કર્યા બાદ નવચંડી યજ્ઞમાં જોડાયા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.