ગુજરાતમાં લશ્કરી-ટ્રાન્સપોર્ટ એરક્રાફટ બનશે
દેશમાં કાર ઉત્પાદન માટે ટાટા-નેનોના આગમન બાદ ગુજરાત ઓટો કંપનીઓ માટે હબ બની ગયું છે.ત્યારે આગામી સમયમાં ટાટા ગ્રુપ લશ્કરી ટ્રાન્સપોર્ટ,એરક્રાફટ,ઉત્પાદન માટે ગુજરાત પર પસંદગી ઉતારે તેવા સંકેત જોવા મળે છે.આ માટેનો પ્લાંટ ગુજરાતમાં સ્થાપવા માટે ધોલેરા,સ્પે.ઈકોનોમીક રીજયોનમાં જમીન સહિતની સુવિધા આપવા ઓફર કરી છે.ટાટા-એરબસ દ્વારા સી-295 મીલીટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ઉત્પાદન માટે સંયુક્ત કંપની બનાવી છે અને હવે તેના પ્લાંટ માટે યોગ્ય લોકેશનની તલાશ કરી રહી છે.ગુજરાત સરકારે ધોલેરા ખાતે જે સ્પે. ઈકોનોમીક રીજયોન જે દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ સહિતની સુવિધા ધરાવતું ઈકોનોમી ઝોન છે અને અહી આ પ્લાંટ માટે વિશાળ જમીન પણ ઉપલબ્ધ કરાવવા રાજય સરકારે ઓફર કરી છે પણ ટાટા ગ્રુપની નજર હાલ સક્રીય અથવા તો આગામી સમયમાં કાર્યરત થાય તેવા આંતરરાષ્ટ્રીય વિમાની મથકની આસપાસ આ પ્લાંટ ઉભો કરવાની છે અને તે એરપોર્ટ ગ્રીનફીલ્ડ હોય તે વધુ જરૂરી છે.આમ ગુજરાતમાં આ પ્રકારે બે એરપોર્ટ ગ્રીનફીલ્ડ કક્ષામાં આવે છે.જેમાં ધોલેરા અને રાજકોટનો સમાવેશ થાય છે.આ ઉપરાંત સુરત અને અમદાવાદ એરપોર્ટ પણ ટાટા ગ્રુપની આવશ્યકતા મુજબના છે.ગુજરાતમાં ધારાસભા ચૂંટણી પુર્વે આ અંગેની જાહેરાત થઈ શકે છે.ધોલેરાએ દિલ્હી,મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરનો ભાગ છે.આ અગાઉ એરક્રાફટ મેન્ટેનન્સ ફેસીલીટી ઉભી કરવાની યોજના હતી.ધોલેરાના એરપોર્ટ પર રનવે 4000 મીટર તથા 2910 મીટરના છે.જે ફલાઈટ ટેસ્ટીંગ ફેસીલીટી માટે જરૂરી છે અને તેથી ધોલેરાને જ આખરી પસંદગી મળશે તેવા સંકેત છે.દેશના લશ્કરીદળોમાં અનેક પ્રકારના વિમાનોનો સમાવેશ થાય છે.ફાઇટર પ્લેન એટલે કે લડાકુ વિમાન ઉપરાંત ટ્રાન્સપોર્ટ વિમાનો પણ હોય છે જે જવાનો અને આ ઉપરાંત અનેક પ્રકારનો માલ સામાનને એક સ્થળેથી અન્ય સ્થળ પર પહોચાડે છે.આ પ્રકારના લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાન માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે અને હવે ગુજરાતમાં બનશે મેઇડ ઈન ઈન્ડિયા એર-ક્રાફટ