ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીના નુકસાનનો સર્વે પૂર્ણ કરાયો
રાજયમાં માર્ચ 2023માં વિવિધ જીલ્લાઓમાં પડેલ કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે.ત્યારે આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડુતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો.જે સર્વેની કામગીરી સંપન્ન કરવામાં આવી છે.જેના અંતર્ગત દરેક નુકશાનગ્રસ્ત ખેડુતની વિગત તેમજ સર્વે યાદીમાં નોધવામાં આવ્યો છે.જે સર્વેની યાદી તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે ઉપલબ્ધ છે.