
જી.સી.એમ.એમ.એફમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક કરાઇ
અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ સોઢીની હકાલપટ્ટી કરાઈ હતી ત્યારે તેમની જગ્યાએ જી.સી.એમ.એમ.એફના સી.ઓ.ઓ જયેન મહેતાને મેનેજિંગ ડાયરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.આર.એસ.સોઢીએ તાજેતરમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.ત્યારે અમૂલમાં નવા ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના આગામી અઢી વર્ષની મુદતના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.જેમાં વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેનને રિપીટ કરવામાં આવ્યા છે.જેમાં ચેરમેન પદે શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલને રિપીટ કરાયા છે.આમ રાજ્યમાં દૂધસંઘોમાં ઉત્તર ગુજરાતના દૂધસાગર,સાબર,બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો જોવા મળે છે.ત્યારે આ ડેરીઓનું અમૂલના જી.સી.એમ.એમ.એફ પર પ્રભુત્વ જોવા મળે છે.