
ગુજરાત રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થવા લાગ્યો
ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે અને ગરમીનું પ્રમાણ વધ્યું છે.ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે.રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાએ કડકડતી ઠંડીએ ધ્રુજાવ્યા બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડી ઓછી થઈ અને ગરમી પડવા લાગી છે.ત્યારે ગુજરાતમાં ઠંડીનો હજુ એક રાઉન્ડ બાકી છે.ત્યારે કેટલાક શહેરોમાં વહેલી સવારે ઠંડી બાદ બપોર પછી ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ છે.આમ વર્તમાનમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સથી રાજ્યમાં ગરમીનુ પ્રમાણ વધ્યુ છે.