ગુજરાતમા 20 હજાર જેટલી સરકારી શાળાનું આમૂલ રૂપાંતર કરાશે

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં આગામી પાંચ વર્ષમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ દ્વારા 20,000 સરકારી શાળાઓનું આમૂલ રૂપાંતર કરવા માટે અને વૈશ્વિક સુવિધાઓ આપવા માટે વર્લ્ડ બેંકની મિશન ટીમ રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવી છે. જે ટીમે પ્રવાસના પ્રથમ દિવસે રાજ્યના શિક્ષણમંત્રી જિતુભાઇ વાઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હતી. વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા 8,000 કરોડના ફંડિંગ દ્વારા રાજ્યના સરકારી શાળામાં ભણતા 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણની તમામ સુવિધાઓ મળશે. જેની શરૂઆતના ભાગરૂપે વર્લ્ડ બેંકની મિશન ટીમ દ્વારા રાજ્યની પ્રથમ ચાર દિવસની મુલાકાત 23 થી 26 નવેમ્બર 2021 સુધી રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.