ગુજરાતના રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લેતા ડેન્માર્કના પ્રધાનમંત્રી ફ્રેડરિક્સન

ગુજરાત
ગુજરાત 30

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નવી દિલ્હી સ્થિત ગરવી ગુજરાત-ભવન ખાતે ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરીકસને શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ ડેન્માર્કના પ્રધાનમંત્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું અને સ્મૃત્તિ ભેટ આપી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન રાજ્યપાલએ ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિકસન સમક્ષ રાસાયણિક કૃષિના વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિનાં મોડેલ વિશે માહિતી પ્રસ્તુત કરી ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની સફળતા અને પ્રાકૃતિક કૃષિ જન આંદોલન વિશે માહિતગાર કર્યા હતા. ડેન્માર્કના પ્રધાનમંત્રીએ ગુજરાતના સર્વાંગી વિકાસ અને રાજ્યની સાંસ્કૃતિક વિવિધતાથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.