તહેવારોની વચ્ચે શાકભાજીના ભાવમાં વધારો નોધાયો

ગુજરાત
ગુજરાત 75

મહારાષ્ટ્ર અને હરિયાણામાં કમોસમી વરસાદને કારણે પુરવઠો ઘટતા મેટ્રો શહેરોના રીટેલ બજારોમાં ટામેટાના ભાવ વધીને રૂ.72 સુધીનો થઇ ગયો છે. જેમાં મેટ્રો શહેરો કોલકાતામાં 12 ઓક્ટોબરના રોજ ટામેટાના સૌથી વધુ ભાવ રૂ.72 થઇ ગયો હતો. આમ એક મહિના અગાઉ એક કિલો ટામેટાનો ભાવ રૂ.38 હતો. તહેવારોની સિઝન અગાઉ શાકભાજીના ભાવ આકાશને આંબી રહ્યાં છે. દેશના મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદને કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટવા અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે શાકભાજીના ભાવ વધી રહ્યાં છે. ત્યારે કોથમીરનો પણ ભાવ વધીને રૂ.200 થઇ ગયો છે. આ સિવાય દિલ્હીના રીટેલ બજારોમાં ડુંગળીના ભાવ વધીને રૂ.50 થઇ ગયો છે. જે અગાઉ 35 અને 40 રૂપિયા હતો. દિલ્હી અને ચેન્નાઇમાં ટામેટાનો રીટેલ ભાવ વધીને રૂ.57 થઇ ગયો છે. જે એક મહિના અગાઉ દિલ્હીમાં એક કીલો ટામેટાનો ભાવ રૂ.30 અને ચેન્નાઇમાં એક કીલો ટામેટાનો ભાવ રૂ.20 હતો તેમ કન્ઝ્યુમર બાબતો મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ટામેટાના પાકને નુકસાન થતાં પુરવઠો ઘટી ગયો છે. જેના કારણે હોલસેલ અને રીટેલ બંનેમાં ટામેટાના ભાવ વધી ગયા છે. દિલ્હીમાં આવેલી આઝાદપુર મંડી ફળો અને શાકભાજી માટે એશિયાનું સૌથી મોટું હોલસેલ માર્કેટ છે. કમોસમી વરસાદને કારણે ટામેટાના 60 ટકા પાકને નુકસાન થયું છે. આમ ચીન પછી ભારત વિશ્વનું બીજા નંબરનું ટામેટા ઉત્પાદક દેશ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.