ગુજરાતમાં 15મી વિધાનસભાનું સત્ર આગામી 23મી ફેબ્રુઆરીથી શરૂ થશે

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં 15મી વિધાનસભાનું સત્ર આગામી 23મી ફેબ્રુઆરીથી શરૂ થશે.ત્યારે આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે.જેમા સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે.જે બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ વર્ષનું પ્રથમ સત્ર છે.જેથી 23 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે.જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે ત્યારે વર્ષ 2023-24નું બજેટ આગામી 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.