ગુજરાતમાં આગામી દિવસમાં વિવિધ જિલ્લામાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી કરાઇ

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં ચાલુ વર્ષે અંદાજિત 70 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.જેમાં ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાયેલ વેઘર વોચ ગ્રુપની બેઠકમાં આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ,ખરીફ પાક વાવેતર અને જળાશયોની સંગ્રહશક્તિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.જેમાં રાહત કમિશ્નરએ જણાવ્યુ હતું કે રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 60 ટકા જ્યારે સરદાર સરોવર જળાશયમાં 78 ટકા પાણીનો સંગ્રહ છે.ત્યારે આગામી પાંચ દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ 5ડવાની સંભાવના છે,જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવનાઓ નહિવત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.