ગુજરાતમાં આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતાઓ

ગુજરાત
ગુજરાત 108

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જેમા હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 21 સપ્ટેમ્બર સુધી રાજયના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આજથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના પંચમહાલ,મહિસાગર,ભરૂચ,રાજકોટ,અમરેલી,જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર,સુરત,વડોદરા,નર્મદા,નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. આમ છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે,77 પંચાયત,4 અન્ય સહિત 89 માર્ગ હજુપણ બંધ છે. તે ઉપરાંત રાજ્યમાં 23 ગામોમા વિજપુરવઠો પૂર્વવત થયો નથી. જેમાં રાજકોટ,જૂનાગઢ,વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. જ્યારે ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે. તેમછતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.