Home / News / ગુજરાતના 19 પોલીસકર્મીઓને મેડલ એનાયત અને બે જવાનને પ્રેસિડેન્સિયલ પોલીસ મેડલ
ગુજરાતના 19 પોલીસકર્મીઓને મેડલ એનાયત અને બે જવાનને પ્રેસિડેન્સિયલ પોલીસ મેડલ
કેન્દ્ર સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના 19 પોલીસ અધિકારી જવાનોને મેડલ એનાયત થનાર છે.જેમાં બે જવાનોને પ્રેસિડેન્સિયલ પોલીસ મેડલ જ્યારે 17 જવાનોને પોલીસ મેડલ એનાયત થશે.
આમ પ્રેસિડેન્સિયલ પોલીસ મેડલમાં બિંદેશ શાહ પીઆઈ,અમદાવાદ અને કુમારરાય જગદીશરાય ચંદ્ર વાયરલેસ પીઆઈ કમિશનર ઓફિસ અમદાવાદનો સમાવેશ થાય છે.જ્યારે પોલીસ મેડલમાં અર્ચના શિવહરે,જે આર મોથાલીયા બે આઇપીએસ અધિકારીનો સમાવેશ થાય છે.
આ સિવાય સેવા મેડલ એનાયત થનાર છે જેમાં આઈજી ડૉ.અર્ચના શિવહરે,આઈજી જે. આર. મોથલીયા,ડીવાયએસપી રમેશ કે પટેલ,એસીપી આર.આર. સરવૈયા,ડીવાયએસપી ભરત માળી આર્મ્ડ ડીવાયએસપી વિક્રમ ઉલવા,ડીવાયએસપી રાજેશ બારડ,ડીવાયએસપી કિરણ પટેલ,વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ,પીઆઈ હિતેન્દ્રસિંહ ગઢવી,એએસઆઈ જીતેન્દ્ર પટેલ,એએસઆઈ બળવંત ગોહેલ,એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ,હેડ કોન્સ્ટેબલ હિમંતસિંગ બામણીયા,હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ કોસાડા,એએસઆઈ કિરીટ જયસ્વાલ અને પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયાનો સમાવેશ થાય છે.