ગુજરાતના આરોગ્ય મંત્રીએ ગુજરાતમાં લૉકડાઉનને લઈને આપ્યું મહત્વનું નિવેદન

ગુજરાત
ગુજરાત

રાજ્ય સહિત દેશભરમાં આજથી બાળકોના વેક્સિનેશનનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રીએ અમદાવાદ ખાતે વેક્સિનેશન કાર્યક્રમમાં ગુજરાતમાં લૉકડાઉનને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ મેડિસીટી કેમ્પસની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ઉપસ્થિત રહીને ટીનેજર્સ માટેના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે તેમણે ગુજરાતમાં લૉકડાઉન અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં લોકડાઉનને લઈને આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ લૉકડાઉન અંગે કોઈ જ વિચારણા નથી.

ગુજરાત સંપૂર્ણ ખોલેલુ છે અને સંપૂર્ણ ખુલેલું રહે તે ઇચ્છનીય છે. સાથ જ તેમણે કહ્યું કે,સામાન્ય જનતાની આર્થિક સ્થિતિને જોતા હવે લોકડાઉન પોષાય તેમ નથી. આ સાથે જ આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021 થી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રભરમાં સુદ્રઢ આયોજનના પગલે 70 ટકાથી વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને રક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પણ અંદાજિત 95% નાગરિકોને કોરોનાની રસી નો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. ટીનેજર્સને કાળમુખા કોરોના સામે રસીનું અમોધ અશસ્ત્ર પ્રદાન કરાવ્યા બાદ આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આજે 15 થી 18 વર્ષના અંદાજે 35 લાખ બાળકો માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવમાં આવ્યું છે.

આ મેગા ડ્રાઇવ અંતર્ગત રાજ્યની શાળાઓ સહિતના અન્ય વિદ્યાર્થીઓ અને ટીનેજર્સને કોરોના રસીકરણ અંતર્ગત વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. 3 થી 9 જાન્યુઆરી સુધી ચાલનારી રાજ્યવ્યાપી કોરોના વેક્સિન મેગા ડ્રાઇવમાં રાજ્યનો એક પણ ટીનેજર્સ વેક્સિનના લાભથી વંચિત ન રહી જાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.