ગુજરાતમાં સરકારે રાતના 12 સુધી લાઉડસ્પીકર વગાડવા મંજૂરી આપી

ગુજરાત
ગુજરાત

નવ દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો એટલે નવલા નોરતા.જે પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે આગામી 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.આમ કોરોનાકાળ બાદ ખેલૈયાઓ ફરી ગરબે ગુમવા તૈયાર થઇ ગયા છે.ત્યારે માર્કેટમાં પણ ચણિયાચોણી,દાંડીયા તેમજ અવનવી વેરાયટીની જ્વેલરીઓ આવી ગઇ છે.ત્યારે નવરાત્રીને લઇ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે કે ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ,નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ લાઉડસ્પીકર માટે રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.