ગુજરાત સરકાર 2 લાખ ઈ-વાહનોને સબસીડી આપશે

ગુજરાત
ગુજરાત

ગુજરાત સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા તેમજ ઈલેકિટ્રક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ઈલેકટ્રીક વ્હીકલ પોલીસી અમલી બનાવી છે.જેમાં 1 જુલાઈ 2021થી ખરીદાયેલા વિવિધ ઈલેકટ્રીક વાહનો પર સબસીડી આપવાનું સરકારે નકકી કર્યું છે.ત્યારે આ પોલીસી આગામી 4 વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે.જેમાં 2 લાખ જેટલા ઈલેકટ્રીક વાહનોને સબસીડી આપવામાં આવશે.જેમાં કેન્દ્ર સરકારની ફેમ 2માં તમામ ઈલેકટ્રીક વાહનોને બેટરી ક્ષમતા આધારીત નિયત થયેલી સબસીડી ચુકવાશે.જેમાં સબસીડીનું ધોરણ વાહનની બેટરી કેપેસીટી પર નિયત કરવામાં આવ્યું છે.1 સૂવ પર રૂા.10000ને ધોરણે ટુ-વ્હીલર માટે મહતમ રૂા.20,000,થ્રી વ્હીલર માટે રૂા.50,000 જ્યારે ફોર વ્હીલર માટે મહતમ રૂા.1,50,000ની સબસીડીની રકમ આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.