
ગુજરાત ગેસ કંપનીએ ઇન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતોમાં કર્યો ઘટાડો
અમદાવાદ, ગુજરાત ગેસ દ્વારા પોતાના ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો ૧ જૂનથી લાગુ પડશે. સૂત્રો અનુસાર કંપનીએ ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતો ઘટાડીને38.43/SCMકરી દીધી છે. હાલમાં ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતો40.62/SCMછે. ૨૦૨૩માં ગુજરાત ગેસ દ્વારા આ પાંચમીવાર કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
૨૦૨૩ની શરુઆતમાં ગુજરાત ગેસના ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતો47.93/SCMહતી. આ કિંમતો ઘટાડવાની સાથે એવું કહેવામાં આવ્યું છે કેLNGની કિંમતોમાં આવેલા ઘટાડાને કારણે તેનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવામાં માટે ગેસની કિંમતો માટે ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા એપ્રિલમાં ગુજરાત ગેસ દ્વારા ઇન્ડસ્ટ્રિયલ સેગમેન્ટમાં ઉપયોગ થવાવાળા નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કંપનીએ ૧ મેથી કિંમતોમાં ૫ રુપિયાથી વધુનો ઘટાડો કર્યો હતો.
આ પહેલાGPSCસમૂહનીગુજરાત ગેસ દ્વારા કોમર્શિયલPNGની કિંમતોમાં ફેબ્રુઆરી મહિનામાં વધારો કર્યો હતો. ત્યારે પીએનજીની કિંમતો ૧.૫ રુપિયા પ્રતિSCM વધારીને ૪૯.૫ રુપિયા કરવામાં આવી હતી. ગુજરાત ગેસ કંપનીએ તાજેતરમાં ૨૦૨૩ના ક્વાર્ટર ચારના પરિણામ જાહેર કર્યા હતા. જેમાં તેણે નફામાં ૧૬ ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો.
આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીનો નફો રુ.૩૬૯ કરોડ કર્યો હતો. જે ગત વર્ષની સમાન અવધીમાં રુ. ૪૪૪ કરોડ હતો. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના માટે શેરધારકોને રુપિયા ૨ની કિંમતના પ્રતિ ઈક્વિટી શેરે રુ. ૬.૬૫નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળામાં કંપનીની આવક ૪,૦૭૩.૮૨ કરોડ રુપિયા રહી છે. જે એક વર્ષ પહેલાના સમયમાં ૪,૭૭૩.૩૭ રુપિયાની તુલનામાં ૧૪ ટકા સુધી ઘટી છે.