મુખ્યમંત્રી આવતીકાલે દિલ્હીમા વાઇબ્રન્ટ ગુજરાતના રોડ-શોમાં સામેલ થશે

ગુજરાત
ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી જશે અને આવતીકાલે દિલ્હી ખાતે આયોજીત રોડશોમાં હાજર રહેશે. ગુજરાત સરકાર દ્વારા 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022ના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા વિદેશ ઉપરાંત અલગ-અલગ રાજ્યોમાં રોડ શોનું આયોજન કર્યું છે. આ સમીટમાં વિદેશી અને અલગ-અલગ રાજ્યોના ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરી ઔદ્યોગિક એકમોનો વિકાસ કરે તે હેતુથી ઉદ્યોગકારોને આમંત્રિત કરવા રોડ-શો આયોજિત કરવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી જગદીશ પંચાલ અને સરકારના ઉચ્ચ અધિકારીઓનું ડેલિગેશન દિલ્હી ખાતે આયોજિત રોડશોમાં ઉપસ્થિત રહેવા માટે ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સાંજે સુરત ખાતે ભાજપના સ્નેહમિલન સમારોહમાં હાજરી આપ્યા બાદ દિલ્હી રવાના થશે. આમ રોડ શોમાં હાજરી આપી મોડી સાંજે તેઓ ગાંધીનગર પરત ફરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા.8 અને 9 ડિસેમ્બરના રોજ દુબઇ અબુધાબી ખાતે રોડશોમાં ઉપસ્થિત રહેશે. જયારે દેશભરના 6 રાજ્યોના મેટ્રોપોલીટીન સીટીમાં રોડ શો યોજાશે. જેમાં અલગ-અલગ વિભાગના મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.