ગુજરાતના મુખ્યમંત્રી આગામી 15 ઓક્ટોબરે સુરતમાં પાલિકા-સુડાના પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

ગુજરાત
ગુજરાત 34

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભુપેન્દ્ર પટેલ પ્રથમવાર સુરત આવી રહ્યા છે. ત્યારે આગામી 15 ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકા અને સોડાના વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. દિવાળી પહેલા 15 ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત આવીને મહાનગરપાલિકા અને સુડાના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. સુરત મહાનગરપાલિકાના 74.95 કરોડના કામના લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે 59.64 કરોડના વિવિધ ઝોનના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળના 35 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત કરાશે. મુખ્યમંત્રીપદ સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલ પહેલીવાર સુરત આવી રહ્યા હોય સુરત મહાનગરપાલિકા અને સુડા દ્વારા તેમના સ્વાગત માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.