ગુજરાતના મુખ્યમંત્રીએ હર ઘર તિરંગા ગીતનું લોન્ચિંગ કર્યું

ગુજરાત
ગુજરાત

સુરતમાં આજે મુખ્યમંત્રી હર ઘર તિરંગા કાર્યક્રમને લોન્ચ કરે તે પહેલા સુરત દેશભક્તિના રંગમાં રંગાઇ ગયું હતું.જ્યાં લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં હજારો લોકો હાથમાં તિરંગો લઈ આવી ગયા હતા અને દેશભક્તિના ગીત સાથે તિરંગો લહેરવતા જોવા મળ્યા હતા.આ કાર્યકમમાં સુરતમાં વસતા વિવિધ પ્રાંતના લોકો તેમના પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા.સુરત ખાતે હળદર તિરંગાનું ગીત લોન્ચ કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતમાં હર ઘર તિરંગા હેઠળ એક કરોડ અને સંસ્થાઓમાં તિરંગો ફરકાવવામાં આવે તેવું આહવાન કર્યું હતુ.ત્યારબાદ પદયાત્રા શરૂ થઈ તેમાં વરસાદ શરૂ થયો હોવાછતાં હજારો લોકો પદયાત્રામાં યથાવત જોવા મળ્યા હતા.આમ આ પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લોકોને અપીલ કરી હતી કે તિરંગો ભેટમાં લેવાને બદલે પોતાની બચતમાંથી ખરીદે તે જરૂરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.