મુખ્યમંત્રી આગામી 12મીએ રાજકોટમા તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે

ગુજરાત
ગુજરાત

રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર,મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત દ્વારા હર-ઘર તિરંગા અભિયાન અંતર્ગત આગામી તા.12નાં સવારના 8 થી 10 કલાક દરમિયાન શહેરના બહુમાળી ભવનથી રાષ્ટ્રીય શાળા સુધી વિરાટ તિરંગા યાત્રા આયોજીત કરવામાં આવી છે.જેનું પ્રસ્થાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફલેગ ઓફ કરી કરવામાં આવશે.આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે.ત્યારે આ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરીમાં મેયર ડો.પ્રદીપ ડવ,ડેપ્યુટી મેયર દર્શિતા શાહ,પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ,શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રામાં શહેરના એક લાખ લોકો જોડાશે.જેની સાથોસાથ તિરંગા યાત્રામાં 300 જેટલાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો પણ સામેલ થશે.જે યાત્રા બહુમાળી ભવનથી પ્રસ્થાન થઇ,યાજ્ઞિક રોડ,રામકૃષ્ણ આશ્રમ થઇ રાષ્ટ્રીય શાળા ખાતે યાત્રાનું સમાપન થશે.આમ આ યાત્રાને ભવ્ય બનાવવા માટે શહેરની વિવિધ 250 જેટલી સામાજિક-ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.આ તમામ સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થવા પામેલ છે.આ પ્રસંગે મ્યુનિ.કોર્પોરેશનના મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના 75 વર્ષની દેશભરમાં આનબાનથી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.