
સુરતના વરાછા, કતારગામમાં લેસના વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા
સુરતમાં લેસના વેપારીને ત્યાં GST વિભાગના દરોડા પડ્યા હોવાનું સામે આવ્યુ છે. વેપારી દ્વારા ચોપડામાં 1 કરોડનો લેસનો સ્ટોક નોંધવામાં આવ્યો ન હતો. સુરતના વરાછા, કતારગામમાં લેસના વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ જિલ્લા અને શહેરોમાંથી GST કૌભાંડ પકડાઇ રહ્યા છે. સુરતના ટેક્સટાઈલ- લેસના વેપારીઓ પર GST વિભાગના દરોડા પડ્યા હોવાનું સામે આવ્યુ છે. વેપારીએ કાર્યવાહીના ચોપડામાં 1 કરોડનો લેસનો સ્ટોક નોંધવામાં આવ્યો ન હતો. સુરતના વરાછા, કતારગામમાં લેસના વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય સ્થળે પણ સ્ટોકની ગણતરી ચાલુ કરવામાં આવી હોવાથી આંકડો વધી શકે તેવી સંભાવના છે. સુરતના વરાછા,કતારગામ અને લંબે હનુમાન રોડ પર લેસના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વેપારીઓ જે માલ લાવી ચોપડે નહિ નોંધતા તે માલ બિલ વગર વેચતા હોવાનું સામે આવ્યુ હતુ.