સારા સમાચાર! ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, 24 સપ્ટેમ્બરે PM મોદી બતાવશે લીલી ઝંડી

ગુજરાત
ગુજરાત

ગુજરાતને ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ ટ્રેન અમદાવાદ-જામનગર રૂટ પર દોડશે. આ પહેલા અમદાવાદ-મુંબઈ અને અમદાવાદ-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સફળતાપૂર્વક શરૂ થઈ ચૂકી છે.

અહેવાલ મુજબ અમદાવાદ-જામનગર રૂટ પર આગામી દિવસોમાં ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાની છે. જેના માટે બુધવાર (20 સપ્ટેમ્બર)ના દિવસથી જ ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ગુજરાતને અપાયેલા આ ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે. અહેવાલો એવો પણ દાવો કરી રહ્યા છે કે 24 સપ્ટેમ્બરના દિવસે PM મોદી વર્ચ્યુઅલ રીતે આ ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે.

આ ટ્રેન સૌરાષ્ટ્ર માટે પહેલી ટ્રેન હશે. આ ટ્રેન અમદાવાદના સાબરમતી સ્ટેશનને સૌરાષ્ટ્રના જામનગર સાથે જોડશે. જે બાદ હવે સૌરાષ્ટ્ર પણ મુખ્યધારાના વિકાસથી વંચિત નહીં રહે.

શકયતા છે કે આ ટ્રેન સોમથી શનિ એટલે કે અઠવાડિયાના છ દિવસ દોડશે. રવિવારે મેન્ટેનન્સ માટે ટ્રેનને આરામ અપાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.