રાજ્યના 66 તાલુકામાં મેઘરાજાની મહેર, રાજકોટના ગોંડલમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં મેઘમહેર જારી છે. આજે પણ રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ રાજકોટના ગોંડલમાં નોઁધાયો છે. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અન્ય તાલુકામાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. જામકંડોરણામાં 32 મિમિ, ઉપલેટામાં 30 મિમિ, જસદણ અને લો. જ્યારે અમદાવાદના ધોલેરામાં 26 મિમિ વરસાદ ખાબક્યો છે. ગઈકાલે રાજ્યનો સૌથી વધુ વરસાદ સુરતના માંડવીમાં 8 ઈંચ નોંધાયો હતો.

ગઈકાલે જન્માષ્ટમી પર્વ પર મેઘરાજા ગુજરાત પર ઓળધોળ થયા હતા. રાજ્યના 234 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ સુરતના માંડવીમાં નોઁધાયો હતો. જ્યારે સોનગઢમાં પણ એટલો જ 190 મિમિ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત નર્મદાના દેડિયાપાડા, પંચમહાલના જાંબુઘોડા અને વલસાડના પારડીમાં 7-7 ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના ગણદેવી, તાપીના વાલોડમાં 6 ઈંચ તેમજ છોટાઉદેપુરના જેતપુર પાવી, સુરતના બારડોલી, તાપીના વ્યારા, ભરૂચના અંકલેશ્વર, નવસારીના ચીખલી અને વાંસદા તથા તાપીના ઉચ્છલ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 45-5 ઈંચ વરસાદ નોઁધાયો હતો. જ્યારે નવસારીના ખેરગામ, પાટણના સિધ્ધપુર, ભરૂચના હાંસોટ, ડાંગના વધઈ, તાપીના ડોલવણ, સુરતના મહુવા, સુરત, ઉમરપાડા, ભરૂચના નેત્રંગ, વલસાડના ધરમપુર, કપરાડા અને વલસાડ તથા મહેસાણાના વિજાપુરમાં 4-4 ઈંચ વરસાદ નોઁધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.