ગો ફર્સ્‍ટ એરલાઇન્‍સઃ ગુજરાતના બે હજારથી વધુ મુસાફરો અટવાયા

ગુજરાત
ગુજરાત

વેકેશનમાં બહાર ફરવા માટે છેલ્લા કેટલાક મહિનાથી આયોજન કરી રહ્યા હોવ, પ્રવાસ માટે મોંઘા ટૂર પેકેજમાં બૂકિંગ કરાવ્‍યું હોય અને ઉત્‍સાહ સાથે એરપોર્ટમાં પહોંચો ત્‍યારે જ ખબર પડે કે ફલાઇટ અનિશ્ચિત સમય માટે કેન્‍સલ થઇ ગઇ છે તો ? ઉત્‍સાહ પર ઠંડુ પાણી રેડાય તેવા પ્રકારની આ વિકટ સ્‍થિતિનો ગુજરાતના મુસાફરોને સામનો કરવો પડયો છે. ગો ફર્સ્‍ટે અચાનક જ ફલાઇટ બંધ કરી દેતા વેકેશન માણવા જતાં અને વેકેશન માણીને પરત ફરી રહેલા ગુજરાતના બે હજાર જેટલા મુસાફરો અટવાઇ પડયા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર  ગો ફર્સ્‍ટ એરલાઇન્‍સ દ્વારા ‘નાણાના અભાવે’  ૩-૪ મેના ફલાઇટ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમના દ્વારા નેશનલ કંપની લો ટ્રિબ્‍યુનલ સમક્ષ સ્‍વૈચ્‍છિક નાદારી નોંધાવવાની અરજી પણ દાખલ કરાઇ છે. આ એરલાઇન્‍સના કુલ ૫૬માંથી ૨૮ એરક્રાફટ નાણાના અભાવે ગ્રાઉન્‍ડેડ છે. એરલાઇન્‍સ દ્વારા ૩-૪ મેના ફલાઇટ બંધ રહેવાની જાહેરાત થઇ હતી. પરંતુ અમદાવાદ એરપોર્ટથી મંગળવારે સાંજથી જ એરલાઇન્‍સ દ્વારા ફલાઇટ બંધ કરી દેવામાં આવી હતી. જેના પગલે સાંજે ૭:૧૫ની ફલાઇટમાં અમદાવાદથી ગોવા જતાં ૧૦૦થી વધુ મુસાફરો અટવાયા હતા.

૧૦૦ જેટલા મુસાફરો આજે એરપોર્ટ પર પહોંચ્‍યા ત્‍યારે જ ફલાઇટ કેન્‍સલ હોવાના બોર્ડ વાંચતાં તેમને ધ્રાસ્‍કો પડયો હતો. એરલાઇન્‍સના સ્‍ટાફમાંથી પણ કોઇ યોગ્‍ય ઉત્તર મળ્‍યો નહોતો. જેના પગલે તેમણે એરલાઇન્‍સ  વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કરીને પોતાનો રોષ વ્‍યક્‍ત કર્યો હતો. ગાંધીનગરના હિરેન પ્રજાપતિએ જણાવ્‍યું કે, ‘ગોવા જવા માટે અમે ૩૦ લોકોએ ગૂ્રપ બૂકિંગ કરાવ્‍યું હતું. બપોરે એરપોર્ટમાં પહોંચતાં જ ફલાઇટ કેન્‍સલ હોવાની અમને જાણ કરાઇ હતી. આ ફલાઇટ હવે ક્‍યારે ઉપાડાશે અને અન્‍ય કોઇ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા છે કે કેમ તેના અંગે પણ અમને કોઇ જાણકારી આપવામાં આવી નહોતી.’

અન્‍ય એક મુસાફર કિર્તી પટેલે જણાવ્‍યું કે, ‘બપોરે અમને ફોન આવ્‍યો કે ગો ફર્સ્‍ટમાં નહીં પણ અન્‍ય એક ફલાઇટમાં તમારા માટે વ્‍યવસ્‍થા કરી આપી છે. જેના કારણે સાંજે ૭:૧૫ની ફલાઇટ માટે અમે બપોરે ૩ કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. પરંતુ અન્‍ય કોઇ ફલાઇટની વ્‍યવસ્‍થા કરાઇ નહોતી અને ગો ફર્સ્‍ટની ફલાઇટ પણ કેન્‍સલ હોવાના બોર્ડ હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.