દાંતાના ગંગવા ગામે આઠમનાં દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ગુમ્યા
ગુજરાતનાં દરેક ખૂણે નવરાત્રીનાં તહેવારની ઉજવણી થઇ રહી છે ત્યારે દાંતા તાલુકાના ગંગવા ગામે આઠમનાં દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. આ દિવસે યુવતીઓ અને મહિલાઓ માથે ગરબો લઈને માં અંબાના ગરબા રમ્યા હતા. ત્યારે મનોરંજન કરવા માટે નાના ભૂલકાઓ વેશભૂષા કરીને લોકોને પોતાના તરફ આકર્ષિત કર્યા હતા. વેશભૂષામાં નાના બાળકો હનુમાન, રીંછ, વાંદરો, પોલીસ, ચોર, પબજીના જુદા જુદા અવતાર કર્યા હતા.