ગાંધીનગરમા નવા અદ્યતન રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવશે

ગુજરાત
ગુજરાત

ગાંધીનગરમાં અદ્યતન સુવિધાવાળા ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના ફ્લેટ ટાઈપનાં 120 મકાનો બાંધવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.જેનાં માટે રૂ.45 કરોડનો ખર્ચ થવાનો છે.આ આવાસો બાંધવા માટે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવનાર છે.ગાંધીનગરની રચના સમયથી બાંધવામાં આવેલા સરકારી કર્મચારીઓ અધિકારીઓ અને ધારાસભ્યો માટે બાંધવામાં આવેલા આવાસો દાયકા જુના થઈ ગયા હોવાથી તબક્કાવાર આવા મકાનો તોડી પાડીને સરકાર દ્વારા ફ્લેટ ટાઈપના અદ્યતન આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આમ માર્ગ મકાન વિભાગની ઈજનેર શાખા દ્વારા આવા મકાનોનો સર્વે કરીને જર્જરીત મકાનોની જગ્યાએ નવા અદ્યતન ફ્લેટ ટાઈપનાં મકાનો બાંધવાનું આયોજન થઈ રહ્યું છે.જે અન્વયે રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ પણ સાડા ચાર દાયકા અગાઉ બનાવવામાં આવ્યા હોવાથી જર્જરીત થઈ ચૂક્યા છે.જેનાં પગલે આ આવાસો તોડી પાડીને રૂ.45 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓવાળા ફ્લેટ ટાઈપનાં 120 આવાસો બાંધવાનું આયોજન કરવામાં આવ્યુ છે.આ યોજનાને અનુલક્ષીને પ્રથમ તબક્કામાં જુના 112 આવાસો તોડવાનુ કામ હાથ ધરવામાં આવશે.જયારે જુના આવાસોનો નિકાલ કરાયા બાદ અહીં નવા આવાસો બાંધવામાં આવશે.ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના આ આવાસો બાંધવા માટે અંદાજિત 45 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.અહીં એક બેડરૂમ હોલ કિચન ઉપરાંત અધિકારીઓ માટે પણ અદ્યતન સુવિધાઓ સાથેના મકાનો બાંધવામાં આવશે.જેના માટે આગામી દિવસોમાં ટેન્ડર બહાર પાડીને અહીં ત્રણ માળના આવાસો બાંધવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.