
જુગારધામ પર દરોડા, બોટાદ શહેરનાં રાધે કૃષ્ણ એપાર્ટમેન્ટમાં જુગાર રમી રહેલા 8 શકુની ધરપકડ
બોટાદ શહેરના ગઢડા રોડ પર જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરી છે, પોલીસની રેડમાં 8 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
બોટાદ શહેરના પ્રખ્યાત ગઢડા રોડ પર આવેલી રાધે કૃષ્ણ એપાર્ટમેન્ટમાં જુગાર રમાતો હતો, પોલીસને મળેલી માહિતી દ્વારા રેડ કરતા જુગાર રમતા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેમાં 2 મહિલાનો સમવેશ થાય છે, આ રેડમાં 30 હજાર રોકડ, 7 મોબાઈલ સહિત 10 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. હાલ આ જુગાર કોણ રમાડી રહ્યું હતું તેના વિશે પોલીસ પુછપરછ કરી રહી છે.