1 નવેમ્બરથી LPG સિલિન્ડરની હોમ ડિલીવરીની બદલાશે સિસ્ટમ

Business
Business 85

હવે તમારા LPG સિલિન્ડરની હોમ ડિલીવરીની પ્રક્રિયા પહેલા જેવી નહીં હોય. કારણ કે આવતા મહીનાથી ડિલીવરી સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 નવેમ્બરથી ડોમેસ્ટિક સિલિન્ડરની ચોરી રોકવા માટે સાચા કસ્ટમરની ઓળખ માટે કંપનીઓ નવા LPG સિલિન્ડરની ડિલીવરી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે.

આ નવી સિસ્ટમમાં DACનું નામ દેવામાં આવ્યું છે. એટલે કે ડિલીવરી ઓથેંટિકેશન કોડ. હવે માત્ર બુકીંગ કરાવી લેવાથી ભરેલા સિલિન્ડરની ડિલીવરી નહી થાય પરંતુ તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક કોડ મોકલવામાં આવશે. આ કોડને જ્યાં સુધી તમે ડિલીવરી બોયને કોડ નહીં દેખાડો ત્યાં સુધી ડિલીવરી પૂરી થશે નહીં.

જો કે કેટલાક ગ્રાહકો એવા પણ છે જેણે ડિસ્ટ્રીબ્યુટરને મોબાઈલ નંબર અપડેટ નથી કરાવ્યાં તો ડિલીવરી બોયની પાસે રહેલી એપ્લીકેશનથી તમે રીયલ ટાઈમ તમારો નંબર અપડેટ કરાવી શકો છો. તે બાદ એક કોડ જનરેટ કરી શકશો.

તેવામાં ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થઈ જશે. એડ્રેસ ખોટુ અને મોબાઈલ નંબર ખોટા હશે તો આ જ કારણે આ લોકોના સિલિન્ડરની ડિલીવરી રોકવામાં પણ આવી શકે છે.

ક્રુડ કંપનીઓ આ સિસ્ટમને પહેલા 100 સ્માર્ટ સીટીમાં લાગુ કરવાની છે. જે બાદ ધીમે ધીમે બીજા સીટીમાં પણ લાગુ કરી શકે છે. જયપુરમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. 95 ટકાથી વધારે આ પ્રોજેક્ટ સક્સેટ રેટ ક્રુડ કંપનીઓને મળ્યો છે. જણાવી દઈએ કે આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડર ઉપર લાગુ નહીં થાય માત્ર ડોમેસ્ટિક માટે નિયમો લાગુ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.