ભાજપના રાજકીય અગ્રણીઓ દ્વારા ઠેરઠેર ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મના નિઃશુલ્ક શોનું આયોજન
ભારતમાં રહેતી હિંદુ બહેનો – દીકરીઓને ફોસલાવી – ભોળવી આઈએસઆઈએસમાં ભરતી કરવામાં આવતી હતી અને ત્યારબાદ તેમને આતંકવાદી બનાવવાની પ્રવળત્તિ કરવામાં આવતી હતી. આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ દેશભરમાં ખૂબ જોવાઈ અને ચર્ચાઈ રહી છે. એટલું જ નહીં ગુજરાતની કેટલીક સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય અગ્રણીઓ પણ આ ફિલ્મના વિનામૂલ્યે શો આયોજિત કરી રહ્યાં છે.
એક તરફ તમિલનાડુ અને પヘમિ બંગાળમાં ફિલ્મની અવગણના અને પ્રતિબંધ મુકવાની વાતો થઇ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં હિંદુ સંસ્કળતિના રક્ષકો અને સંગઠનો આ ફિલ્મ દ્વારા જનજાગળતિ કેળવાઈ તેવા પ્રયાસો કરી રહ્યા છે. વધુમાં વધુ લોકો તેમાં પણ ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ જોઈ સાવચેતી રાખે તે માટે તેના નિઃશુલ્ક શોનું ઠેરઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે.
આવી જ એક પહેલમાં જુનાગઢ ભાજપના સંસદસભ્ય તેમજ વિધાનસભ્ય દ્વારા કરવામાં આવી છે. જેમણે શહેર તેમજ જીલ્લાની મહિલાઓ માટે ફિલ્મના વિનામૂલ્યે શોનું સતત ૯ દિવસ સુધી આયોજન કર્યું છે તો મોરબી ભાજપના ધારાસભ્યએ પણ ૧૦થી ૧૪ મે દરમિયાન દરરોજ મોરબીની યુવતીઓ તેમજ મહિલાઓને ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ નિઃશુલ્ક દર્શાવવાની જાહેરાત કરી છે.
આ અગાઉ મોરબી અને જામનગરની એક સંસ્થા દ્વારા પણ ૧૪ વર્ષથી ઉપરની યુવતીઓ અને મહિલાઓ માટે ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મના શો નિઃશુલ્ક આયોજિત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ગુજરાતના કેટલાક ભાજપ અગ્રણી અને ધારાસભ્યએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ કરમુક્ત કરવાની માંગણી કરી છે. ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ને મધ્યપ્રદેશમાં કરમુકત જાહેર કરવામાં આવી છે.