૧૯૭૦ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું

ગુજરાત
ગુજરાત

ભરૂચ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જો કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં ગ્દડ્ઢઇહ્લની ૧૦ ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં ગ્દડ્ઢઇહ્લની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદામાં ગ્દડ્ઢઇહ્લની બે ટીમ તો પંચમહાલ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર ૪૧.૬૦ ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.

ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ ૧૯૭૦ બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવી છે. આ કારણે અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયાં છે. હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત મૂકાયું છે. અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ રોહિતવાસમાં પૂરના પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો અંકલેશ્વર, ઝઘડિયા , ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા છે.

ભરૂચની અનેક સોસાયટીઓમાં પહેવા માળ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. અંકલેશ્વર, હાસોટ રોડ, દીવા રોડની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. અંકલેશ્વરના રામકુંડ રોડ પર રોહિતવાસમાં નર્મદાના પાણી ફરી વળતા વિકટ સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો છે.
રેવામાં રેલની ૧૩૬ વર્ષની તવારીખ :

– ૧૯૭૦ ની મહારેલ ઃ ભરૂચમાં ૪૧.૫૦ ફૂટની સપાટી, ૨૫૬ ગામના ૨.૧૫ લાખ લોકો પ્રભાવિત
– એ ઐતિહાસિક નર્મદા નદીની રેલમાં ૩૫૫ માનવી અને ૧૯૭૨ પશુઓના થયા હતા મોત
– જુના ભરૂચના કતોપોર બજારમાં ૧૫ ફૂટ જેટલી ઊંચાઈ એ વહ્યાં હતા પુરના પાણી
– ત્રણ દિવસ રહેલા વિનાશક પુરમાં બે દિવસમાં વાવાઝોડા સાથે ૧૮ ઇંચ વરસાદ ખાબકયો હતો
– સાલ ૧૮૮૭ થી ૧૯૩૬ સુધી ૫૦ વર્ષમાં નર્મદા નદીમાં ૧૫ લાખ કયુસેકના પુર આવ્યા
– ૧૯૩૭ થી ૬૭ સુધીના ૩૦ વર્ષમાં ૧૫ લાખ કયુસેક કરતા વધુના ઘોડાપુર ભરૂચમાં નોંધાયા
– ૧૨૧.૯૨ મીટરની નર્મદા નદીની સપાટી સુધી ૧૨ લાખ કયુસેકના પુરનો ભૃગુણગરીએ કર્યો સામનો
– નર્મદા ડેમની સપાટી ૧૩૮.૬૮ મીટર થતા ૮ લાખ કયુસેકમાં જ ૬ વર્ષથી પુર સીમિત થયા
– ડેમ પર દરવાજા બાદ સદીમાં પેહલી વખત ૧૮ લાખ કયુસેકથી ભરૂચ ભયંકર પુરનું સાક્ષી બનવા ભણી

ભરૂચ એકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાયા છે. જેથી ભરૂચ અંકલેશ્વર વાહનવ્યહાર બંધ કરાયો છે. હાઇટેન્શન વાયર સુધી પૂરના પાણી ભરાયા છે. અંકલેશ્વરમા એનડીઆરએફએ ૧૬ લોકોનુ રેસ્કયુ કરાયું છે. જલારામ સોસાયટીમાથી લોકોને રેસ્કયુ કરવામા આવ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.